Its all about us :)

‘અમારા’ જીવન ના કેટલા બધા તબક્કાઓ છે-દીકરી..સખી..પ્રિયતમા..પત્ની..બહેન..પણ આ બધા માં સૌથી પ્રથમ અને વ્હાલું સ્વરૂપ એટલે..’દીકરી’.

આજે ‘Daughters Day’ છે,પણ આપણા માતાપિતા માટે દૂર રહેતી દીકરી એટલે રોજ-રોજ ‘Daughters Day’ જ હોય છે ને? :)કારણ કે, ઘણા લોકો આજે એના નાનપણ ની યાદો તાજી કરશે,ગીફ્ટ આપશે,વગેરે. જયારે પોતાનાથી દૂર રહેતી દીકરી ના વાલીઓ માટે તો આ જીવનશૈલી નો એક ભાગ જ છે. દીકરીનો  ફોટો જોઇને છાનામાના  રડવાથી  માંડીને પત્નીને ‘હવે તારા હાથની દાળ ભાવતી જ નથી’માં  પિતાની તો.. ફોન પર ‘એકલી ના ફર્યા કરીશ’, ‘બરાબર જમે છે ને?’, ‘કેમ ઢીલું ઢીલું બોલે છે?’ માં માની લાગણી તગતગે છે.

હું અને પપ્પા

હું અને પપ્પા

મારી વાત કરું તો, ઉફ્ફ!!! 😉 કાંટાળા મેદાનમાં  પોતાના સ્લીપર બીજાને પહેરાવીને થતી રખડપટ્ટી દરમ્યાન,બાવળની  શીંગો લેવા વાડામાં ગાય સાથે ફસાઈ જતા દરમ્યાન,ગાયની હડફેટે ચડવાની એકાદ ક્ષણ જ દૂર હોય એ દરમ્યાન, ભયાનક ભૂકંપ દરમ્યાન, ડાન્સમાં ઝીદ કરીને રહ્યા બાદ ‘રીઅલ ડ્રેસ’ માટે બધા દૂધવાળા ને ત્યાં ‘સિલેકશન’ દરમ્યાન, અને લગ્ન સમયે..ઓફીસથી  આવ્યા બાદ રોજ-રોજ  થતી ૧૫-૧૫ કલાક ની ‘શોપિંગ’ દરમ્યાન..પપ્પા ..હવે હું કેમ અને કયા શબ્દોમાં કહું? 😦

અને વ્હાલી મમ્મું, ગણિતના પેપરમાં બચાવનાર,પરીક્ષામાં  જોડે  જોડે જાગનાર (એ ના જાગે તો હું ય ઊંઘી જતી 😉 ) આજદિન સુધી કેરટેકર+મિત્ર બનવા માટે તમને ય કઈ  કહેવાની ક્ષમતા  જ નથી મારા માં..;(

બસ, મારી જેમ જ પ્રત્યેક માં-બાપ માટે ભૂતકાળની  મીઠી યાદો, વર્તમાનના વાત્સલ્યના ધોધ સમાન અને ભવિષ્યના  સ્વપ્નોની આશા એટલે દીકરી..પપ્પાના ઓફિસનો થાક અને મમ્મીના પગના દુખાવાનો સુખરૂપી નીચોડ એટલે દીકરી. એ તો એક પુત્રી બની ને જ આવી હોય છે..પણ તમારા પ્રેમ થકી જ એ ‘દીકરી’ બને છે.

Advertisements
Posted in Uncategorized | Tagged , , | 2 ટિપ્પણીઓ

‘વળામણા’ના વધામણા

પ્રથમ આવૃત્તિ :૧૯૪૦

સાધના પ્રકાશન.

શ્રી પન્નાલાલ પટેલ કૃત ‘વળામણા’ ના આજે વધામણા કરવાનો વિચાર ઉદભવ્યો. આ જાનપદી નવલકથા નું મુખ્ય પાત્ર ‘ઝમકૂ’ છે.ગ્રામ્યપરિવેશ ધરાવતી આ વાર્તા માં ઝમકૂની ‘પટલાઇ’ કરવાની વાત કેન્દ્રસ્થાને છે.

નવલકથા માં મારી નજરમાં એક વાત ક્લિક થઇ છે 😉 આજ થી ૭૩ વર્ષ પહેલા ૫ પાઘડી અને ૨૦૦ રૂપિયા માં દંપતી વચ્ચે વિખવાદ થતા પંચાયત દ્વારા છૂટાછેડા આપવામાં આવતા.ઉપરાંત,સહેલાઇ થી અન્ય પાત્ર સાથે ‘ગોઠવી’ દેવામાં પણ આવતું! જયારે આજ ના સમય માં!???……. મહત્વકાંક્ષા અને અપેક્ષા ના સરવાળા અને સમજણની બાદબાકીને  કારણે  દિન-પ્રતિદિન  દંપતીઓ  વચ્ચે  વિખવાદ  વધતા જાય  છે. છતાં, તેઓ  સબંધ  ‘ટકાવી’  રાખે છે.જો  આ  ‘ટકી’ રહેવા પાછળનો આશય એક  નવા  સૂર્યોદયનો  હોય  તો કઈ જ  વાંધો  નહિ પરંતુ,શૂન્ય પરિણામ ની  ખાત્રી  હોવા  છતાં તાપમાં શા માટે બળવું!?  આ  બધું  કોના માટે?images

બાળકો માટે? – તો  આપણે  એમને વારસામાં પણ આપણી ખોટી સહનશક્તિ જ આપીશું?

સમાજ માટે? – જેના પ્રત્યેક સદસ્ય માં આપણને પણ કોઈ ને કોઈ ખામી લગતી જ હોય છે!

જીવનસાથી માટે? – જેને ગૂંગળાવીને  દુઃખી કરવા કરતા એકલતાની આઝાદી આપવી વધુ યોગ્ય છે.

સમયાંતરે ક્રમશ: માત્ર જીવનશૈલી આધુનિક થતી જાય છે અને વિચારો પછાત. ત્રીજીવારના લગ્ન માં ઝમકૂ ને મોતી સહર્ષ  સ્વીકારી લે છે, જયારે આજના સમાજ માં? વ્યક્તિ નું નામ નહિ, અન જીવન ની ઘટનાઓ જ અણી ઓળખાણ બને છે. હા, હું સંબંધોની ગૂંચવણ એટલે અંત આવું નથી કહેતી. માત્ર  એટલું  જ માનું  છું કે  એક હાથ માં જયારે અન્ય  હાથ મુકવામાં આવે  ત્યારે  તે આપો-આપ  અને  મસ્તી  થી ઝૂલે એમાં જ  મજા છે,એક  હાથ  બીજા હાથ ને ઢસડે  એમાં નહિ. વાંક પાત્રોનો  નહિ, આપણા આસ-પાસ  ના  પરિવેશનો  છે.એટલે જ સામાજિક દુર્ઘટનાઓ  પણ  વધતી  જ જાય છે!  આપણે  જયારે  ‘બે ડીવોર્સવાળા  આંટી’ ને  બદલે  મીસ/મીસીસ (ABC) તરીકે ઓળખાણ આપીશું ત્યારે જ  એક  નવી  શરૂઆત થશે.

નહિ તો…  આ ‘લેમન ટી’ ના  ‘બ્રાન્ડેડ’ સમયમાં ‘ચા’નું   ય  અપ્રચલિતપણું  ધરાવતો સમય  આગળ  વધી  જશે! તો  ચલો, આજની  આપણી  દ્રષ્ટિના  ‘વળામણા’  કરીને  એક  નવી  દ્રષ્ટિના ‘વધામણા’ તરફ ગતિ કરીએ…. 🙂 કારણ કે, વાત આપણા મનના વિકાસ ની છે….

Posted in Uncategorized | Tagged , , , , | 2 ટિપ્પણીઓ

આંખો સામે ….

stock-footage-young-woman-relaxing-at-the-sunset-walking-on-the-beach

આંખો સામે એક સમુદ્ર ,

સમુદ્રમાં સમાયેલું એક અસ્તિત્વ ,

પટ જેવી સુકી આંખો ,

તળિયા જેવું ભીનું મન ,

રેતી જેવી વિખરાયેલી અપેક્ષા ,

પણ પ્રેમ જેવો મીઠો પવન …

પાણી ને સ્પર્શતો મીઠો પવન …

થયું કે ચલ ભીંજાઈ જઉં ,

પણ બધે ખારાશ છવાઈ ગઈ !

Posted in કાવ્ય | Tagged | 4 ટિપ્પણીઓ